Thursday, 21 April 2016


સમય


એ સત્ય છે કે વીતી ગયેલ દિવસ અને બોલાયેલ શબ્દ ફરી પાછા નથી આવતા પરંતુ સમય દરેક નો આવે છે.
પરંતુ વ્યવહાર અને વાણી ઉપર સંયમ રાખ્યો હશે તો તમારે થૂંકેલું ચાટવું નહિ પડે
..


જીવન જીવવાની કલા


બધી જ કલાઓમાં જીવન જીવવાની કલા બેસ્ટ છે સારી રીતે જીવી જાણે એ જ સાચો કલાકાર

જયારે કંઈ ન હોય


જયારે કંઈ ન હોય ત્યારે તમારું મેનેજમેન્ટ અને જયારે બધું જ હોય ત્યારે તમારું વર્તન તમારી સફળતાનો આયનો છે

ધીરજ નું ધરી લે ધ્યાન



આવડત તો છે સૌ કોઇ માં કઈ કરવાની,
બસ નથી તો માત્ર ધીરજ, કોઈને કઈ કરતા જોવાની.
આવડત તો છે સૌ કોઈ માં કઈ લખવાની,
બસ નથી, તો માત્ર ધીરજ પૂર્વક એને વાંચવાની.
આવડત તો છે સૌ કોઇ માં ખુબ સારું બોલવાની
બસ નથી, તો માત્ર ધીરજ કોઇને બોલતા સાંભળવાની.
આવડત તો છે સૌ કોઇ માં ઉપદેશ આપવાની
બસ નથી, તો માત્ર ધીરજ હાર ને સ્વીકારવાની.
આવડત તો છે સૌ કોઇ માં પ્રભુ ને મળવાની
બસ નથી, તો માત્ર ધીરજ જાત ને જાણવાની.
આવડત તો છે સૌ કોઇ માં જિંદગી ને જીવવાની
બસ નથી, તો માત્ર ધીરજ મોત ને મોડી મળવાની.
અંકિત વ્યાસ
અમદાવાદ

પાપ

દુનિયા માં ઘણા સ્વરૂપ છે પાપ ના. પણ હું ત્રણ પાપ ની જ વાત કરું છું જે લોકો માટે કદાચ અ સામાન્ય હશે પણ મારા મતે એં પણ એક પાપ જ છે.
**************
ભુખીયા હોવા છત્તા પેટની
પત્ની થી છુપાવેલી વાત, એ એક
પતિ નું પાપ છે ………
એકનોએક હોવા છત્તા જીવાધાર
જેને ના ગણવો દુઃખ માં ભાગીદાર, એ એક
પિતા નું પાપ છે ……………
બાળી પોતાની કરી નાખે રાખ
વેડફી નાખે નશાખોરી માં જે જાત, એ એક
પોતેજ પોતાનું પાપ છે…………
જે ના સમજે એક પતિ થી પિતા બની પોતે આ વાત
એના મતે શું પુણ્ય શું પાપ?

No comments:

Post a Comment